તા.5 મે વૈશાખ પૂર્ણિમાના દિવસે વર્ષ 2023 નું પ્રથમ ચંદ્રગ્રહણ થવા જઈ રહ્યું છે ત્યારે આ ગ્રહણ ભારતમાં દેખાવાનું નથી પરંતુ કેટલીક રાશિના લોકોએ આ સમયમાં સાવધાની રાખવાની જરૂર છે.
જ્યોતિષ શાસ્ત્રના જણાવ્યા અનુસાર વર્ષ દરમિયાન થતા સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણનું વિશેષ મહત્વ જણાવાયુ છે. આ વખતે તા.5 મેના વૈશાખ પૂર્ણિમાના દિવસે વર્ષ 2023 નું પહેલું ચંદ્રગ્રહણ થવાનું છે. ત્યારે આ વખતે આ ગ્રહણ તુલા રાશિમાં થવાનું છે જેની નકારાત્મક અસર તમામ રાશિઓ અને દેશ અને દુનિયા પર જોવા મળી શકે છે પરંતુ કેટલીક રાશિના લોકોએ આ સમયમાં સાવધાની રાખવી પડશે તો જાણીએ કઈ રાશિના લોકોને આની ખરાબ અસર થશે..
મેષ
રાશિના જાતકો માટે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ અશુભ સાબિત થવાનું છે. આ દરમિયાન તેમને ખાસ કાળજી લેવાની જરૂર છે. આ સમયગાળામાં ઉતાવળમાં કોઈ નિર્ણય લેવાથી તમારા માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે. એટલું જ નહીં ભવિષ્યમાં પણ નુકસાન પણ થઈ શકે છે.
વૃષભ
રાશિના જાતકો માટે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ વખતે ચંદ્રગ્રહણ ભારતમાં માન્ય નથી અને તેને સુતક કાળ માનવામાં આવશે નહીં પરંતુ તેની અસર રાશિચક્ર ઉપર સ્પષ્ટપણે જોવા મળશે. આ રાશિના લોકો માટે ચંદ્રગ્રહણ શુભ નથી. એટલું જ નહીં આ દિવસે કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે વિવાદ થઈ શકે છે. આ સાથે પરિવારના સભ્યો વચ્ચે અણબનાવની સમસ્યા પણ સર્જાઈ શકે છે.
કર્ક
રાશિના જાતકો માટે વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ અશુભ સાબિત થઈ શકે છે. આ સમયે તમારા સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું પડશે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ તમને ઘેરી શકે છે. સાથે જ નોકરી કરતા લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
સિંહ
રાશિના જાતકો માટે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ સમય સાનુકૂળ પરિણામ લાવશે નહીં. આ દિવસે કોઈ અપ્રિય માહિતી પ્રાપ્ત થઈ શકે છે. આવી સ્થિતિમાં ઉતાવળમાં લીધેલા નિર્ણયો ખોટા સાબિત થશે. આવી સ્થિતિમાં વિચારીને જ પગલાં ભરો.