સુરતમાં નશાના કાળા કારોબારને નેસ્ત નાબુદ કરવા કાર્યવાહી
એસઓજીની ટીમે ગાંજાના સેવન માટે લેવાતા ગોગો પેપર
ગોગો પેપર વેંચનાર દુકાનદારોની તપાસ હાથ ધરી
સુરતમાં નશાના કાળા કારોબારને નેસ્ત નાબુદ કરવા પોલીસ મેદાને છે ત્યારે સુરત એસઓજીની ટીમે ગાંજાના સેવન માટે ઉપયોગમાં લેવાતા ગોગો પેપર વેંચનાર દુકાનદારોની તપાસ હાથ ધરી હતી.
સુરત એસઓજી પોલીસ દ્વારા ઓપરેશન ગોગા શરૂ કરાયુ હોય તેમ ડીસીપી રાજદીપસિંહ નકુમની આગેવાનીમાં એસઓજીની ટીમ દ્વારા વેસુ વિસ્તારમાં પાનના ગલ્લાઓમાં દરોડા પડાયા હતાં. એસઓજીની ટીમે હાઈબ્રીડ ગાંજાના સેવન માટે ઉપયોગમાં લેવાતા ગોગો પેપરનુ વેચાણ નહી કરવા પાનની દુકાનના માલિકોને સુચના આપી હતી. જ્યારે જો કોઈ વેંચતો પકડાશે તો તેની સામે કડક કાર્યવાહી હાથ ધરાશે તેમ કહ્યુ હતું.
