તાપી જિલ્લામાં પ્રિસ્ક્રિપ્શન વિના દવા વેચતા 10 સ્ટોર પર કાર્યવાહી
32 પોલીસ ટીમ બનાવી 157 મેડીકલ સ્ટોરમાં ચેકિંગ કરાયું
તાપી જીલ્લા પોલીસે પ્રિસ્ક્રીપ્શન વગર દવાઓનુ વેચાણ કરતા મેડીકલ સ્ટોર સંચાલકો વિરૂધ્ધ કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી.
મે.ડી.જી.પી. સાહેબશ્રી, ગુજરાત રાજય, ગાંધીનગર નાઓની સુચના અનુસાર રાજયના મેડીકલ સ્ટોર ખાતે પ્રિસ્ક્રીપ્શન વગરની દવાઓ કે જેનો ઉપયોગ નશો કરવા માટે થતો હોય છે તેવી શિડ્યુલ H, H1 તથા X મુજબની દવાઓ અંગે મેડીકલ સ્ટોરમાં ચેકિંગ કરવા અને રેઇડ કરી કાયદેસર કાર્યવાહી કરવા સુચના આપવામાં આવેલ. જે અન્વયે, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સુરત વિભાગ, સુરત તથા પોલીસ અધિક્ષકશ્રી, તાપી-વ્યારા નાઓના માર્ગદર્શન હેઠળ તાપી જીલ્લામાં આવેલ મેડીકલ સ્ટોરોમાં ચેકિંગની કાર્યવાહી કરવા માટે કુલ-૩૨ પોલીસ ટીમો બનાવી ૧૫૬-મેડીકલ સ્ટોર ચેક કરતા કુલ-૧૦ મેડીકલ સ્ટોરના માલિકો/સંચાલકો વિરૂધ્ધ ડ્રગ્સ એન્ડ કોમેસ્ટીકસ એકટ હેઠળ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે. જે આ કામગીરીમાં ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગની મદદ લેવામાં આવેલ છે…
