નો ડ્રગ્સ ઈન સુરત અભિયાન અંતર્ગત રામપુરા હુક્કા વેચાણ સામે કાર્યવાહી
રામપુરા વિસ્તારમાં એસઓજીની ટીમે હુક્કાના વેચાણ કરતાને ત્યાં દરોડા ,
સુરત એસઓજી દ્વારા રામપુરામાં હુક્કા અને ગોગો પેપર વેચાણ પર પ્રતિબંધના પગલાં
સુરતમાં નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવી રહેલી એસઓજીની ટીમે રામપુરા વિસ્તારમાં હુક્કાના વેચાણ કરનારાઓ સામે લાલ આંખ કરી હતી.
સુરતમાં નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવી રહેલી એસઓજીની ટીમે રામપુરા વિસ્તારમાં દરોડા પાડ્યા હતાં. રામપુરા વિસ્તારમાં હુક્કાનુ વેચાણ કરનારાઓને ત્યાં એસઓજીની ટીમે દરોડા પાડી 60 જેટલા હુક્કાઓ અને સામગ્રી કબ્જે કરી હતી. હાલમાં જ ગુજરાત સરકાર દ્વારા હુક્કા અને ગોગો પેપર પર પ્રતિબંધ મુક્યો છે. ત્યારે એસઓજીની ટીમ પણ શહેરભરમાં હાલ દરોડાની કાર્યવાહી હાથ ધરી રહી છે.
