સૌહૃત મહિધરપુરા પોલીસ મથકમાં વોન્ટેડ આરોપી
અનૈતિક દેહવેપારના બે ગુનાઓમાં એક વર્ષથી વોન્ટેડ આરોપી
વોન્ટેડ આરોપીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો
સૌહૃત મહિધરપુરા પોલીસ મથકમાં નોંધાયેલા અનૈતિક દેહવેપારના બે ગુનાઓમાં એક વર્ષથી વોન્ટેડ આરોપીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે.
સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ શહેરમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે સતત પેટ્રોલિંગ અને કોમ્બિંગ કરી રહી છે ત્યારે ક્રામ બ્રાન્ચની નાસતા ફરતા સ્કોડની ટીમે બાતમીના આધારે પાલનપુર પાટીયા પાસેથી મહિધરપુરા પોલીસ મથકમાં નોંધાયેલા અનૈતિક દેહવેપારના બે ગુનાઓમાં છેલ્લા એક વર્ષથી વોન્ટેડ એવા મુળ મહારાષ્ટ્રના જલગાંવનો અને હાલ પાલનપુર પાટીયા વિસ્તારમાં રહેતા શેખર ચુડામણ સાળુંકેને ઝડપી પાડી તેનો કબ્જો મહિધરપુરા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.
