સુરતમાં અકસ્માતની વણઝાર
ગોથાણ બ્રિજ પર ટ્રક ચાલકે અકસ્માત સર્જ્યો
અકસ્માત સર્જી ત્રણથી ચાર વાહનોને અડફેટે લીધા
સુરતમાં અકસ્માતની વણઝાર વચ્ચે ગોથાણ બ્રિજ પર ટ્રક ચાલકે અકસ્માત સર્જી ત્રણથી ચાર વાહનોને અડફેટે લીધા હતાં.
સુરતમાં ભારે વાહનના ચાલકો વારંવાર અકસ્માતની ઘટનાઓને અંજામ આપતા હોય છે ત્યારે સુરતના ગોથાણ બ્રિજ પર ટ્રક ચાલકે અકસ્માત સર્જ્યો હતો. ટ્રક ચાલકે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા ત્રણથી ચાર જેટલી કારને ટક્કર માર્યા બાદ અન્ય ટ્રક સાથે ટ્રક ભટકાવી દીધી હતી. જેમાં કાર ચાલકોને ઈજાઓ પહોંચી હતી. તો અકસ્માતની ઘટના બાદ ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી.
