તાપીમાં પ્રેમ સંબંધમાં એક મહિલાની હત્યા
પ્રેમિકાની હત્યા કર્યા બાદ પ્રેમીએ આત્મહત્યા કરી
હત્યારો પ્રેમીએ ગુનો કર્યા બાદ આત્મહત્યા કરી હતી
તાપીમાં પ્રેમ સંબંધમાં પ્રેમિકાની હત્યા કર્યા બાદ પ્રેમીએ આત્મહત્યા કરી.
વ્યારા તાલુકાના પાનવાડી ગામમાં પ્રેમ સંબંધમાં એક મહિલાની હત્યા કરવામાં આવી.મહિલાને ગામના એક પુરુષ સાથે પ્રેમ સંબંધ હતો અને ગામમાં પંચાયત યોજીને મામલો ઉકેલાયો હતો, ત્યારબાદ મહિલાએ પ્રેમ સંબંધ રાખવાનો ઇનકાર કર્યો હતો. પ્રેમીએ જ્યોતિબેન ચૌધરી નામની મહિલાની હત્યા કરી હતી. હત્યા બાદ હત્યારો પ્રેમી નવીન ચૌધરી ફરાર થઈ ગયો હતો અને પીપલવાડા ગામ નજીક પૂર્ણા નદીના કિનારેથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. હત્યારો પ્રેમીએ ગુનો કર્યા બાદ આત્મહત્યા કરી હતી, જેના માટે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. બંને મૃતકો વૃદ્ધ હતા, જેમના મૃત્યુથી ગામના લોકોમાં શોકનું વાતાવરણ છે.
