સુરત સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમે એમડી સાથે એકને ઝડપ્યો
અમરોલી પોલીસના વિસ્તારમાં છાપરાભાઠા રોડથી પકડાયો
ક્રીસ્ટલ મેફોડ્રોન ડ્રગ્સ એટલે કે એમડી ડ્રગ્સ મળ્યું
સુરત સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમે બાતમીના આધારે અમરોલી પોલીસ મથક વિસ્તારમાં છાપરાભાઠા રોડ પરથી એમડી સાથે એકને ઝડપી પાડ્યો હતો.
સુરત પોલીસ કમિશનર દ્વારા નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવવા આપેલી સુચનાને લઈ એસઓજીના ડીસીપી ના માર્ગદર્શન હેઠળ પોલીસ ઈન્સ્પેક્ટરોની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે અમરોલી છાપરાભાઠા રોડ પર આવેલ ગણેશ નગર રો હાઉસ વિભાગ ચારના ગેટ સામેથી જીલ ભુપત ઠુમ્મરને ઝડપી પાડ્યો હતો અને તેની ઝડતી લેતા તેની પાસેથી ક્રીસ્ટલ મેફોડ્રોન ડ્રગ્સ એટલે કે એમડી ડ્રગ્સ મળી આવતા પોલીસે 7 લાખ 10 હજારથી વધુની કિંમતનો એમડી ડ્રગ્સ કબ્જે લઈ આરોપી વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
