સુરત એસઓજીની ટીમે પાનના ગલ્લાઓ પર દરોડા પાડ્યા
મહિધરપુરા અને રાંદેર વિસ્તારમાં હેલ્થ વોર્નિંગ વગરની સીગારેટ
સુભાષ ઉર્ફે ભઓલે પાનવાલા અમરનાણી પકડાયો
સુરત એસઓજીની ટીમે મહિધરપુરા અને રાંદેર વિસ્તારમાં પાનના ગલ્લાઓ પર દરોડા પાડી હેલ્થ વોર્નિંગ વગરની સિગારેટ વેંચનારાઓને પકડી પાડી મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
સુરત પોલીસ કમિશનર દ્વારા નાર્કોટીક્સની બદી શહેરમાંથી દુર કરવા આપેલી સુચનાને લઈ એસઓજીના ડીસીપી નકુમના માર્ગદર્શન હેઠળ ટીમ પી.આઈ.ઓની સુચનાથી પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઈ હિતેશસિંહ અને અહેકો મહિપાલને મળેલી બાતમીના આધારે મહિધરપુરા બેગમપુરા સ્ટેશન રોડ બદરી મેન્સર્સના ગ્રાઉન્ડમાં આવેલ પાન સેન્ટરમાંથી દુકાનદાર મુસ્તાક શેખને પકડી તેને ત્યાંથી હેલ્થ વોર્નીંગ વગરની પ્રતિબંધીત વિદેશી સિગારેટનો જથ્થો કબ્જે કર્યો હતો. જ્યારે એએસઆઈ હિતેષસિંહ અને અહેકો રાજુને મળેલી બાતમીના આધારે રાંદેર વિસ્તારમાં પાલનપુર જકાતનાકા ગણેશ મંદિર સામે જય ભોલે બનારસી પાન સેન્ટરમાં દરોડા પાડી દુકાનદાર સુભાષ ઉર્ફે ભઓલે પાનવાલા અમરનાણીને પકડી પાડી તેની દુકાનમાંથી પણ હેલ્થ વોર્નીંગ વગરની પ્રતિબંધિત વિદેશી સિગારેટનો જત્થો કબ્જે લઈ બન્ને વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
