માંડવી એજ્યુકેશન સોસાયટીના સાયન્સ કોલેજમાં સાયન્સ એક્સ્પો અને પુસ્તક પ્રદર્શન યોજાયું
માંડવીમાં 350 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો સાયન્સ પ્રોજેક્ટ અને પુસ્તક પ્રદર્શનમાં
ધીમાંડવી એજ્યુકેશન સોસાયટી સંચાલિત સાયન્સ કોલેજમાં એક્સપ્રો અને પુસ્તક પ્રદર્શન યોજવામાં આવ્યું
ધીમાંડવી એજ્યુકેશન સોસાયટી સંચાલિત સાયન્સ કોલેજમાં આજરોજ સાયન્સ એક્સ્પો તેમજ પુસ્તક પ્રદર્શન નું આયોજન કરવામાં આવ્યું હતું. સાયન્સ કોલેજ ના કેમેસ્ટ્રી મેથ્સ અને માઇક્રો બાયોલોજી ના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ 30 જેટલા સાયન્સ ના પ્રોજેક્ટ પ્રદર્શન માં મૂકવામાં આવ્યા હતા. આ આયોજનનો મૂળ હેતુ વિદ્યાર્થીઓને ભણવાની સાથે પ્રેક્ટીકલ નોલેજ પણ મળી રહે અને કંઈક અલગ પ્રવૃત્તિ કરવાની અને પ્રોજેક્ટ બનાવવાની પ્રેરણા મળે અને સાયન્સ વિષય માં આગળ વધી શકે એવા શુભહેતુ થી આયોજન કરાયું હતુંએ હતો.આ સાથે ધોરણ 12 ના અભ્યાસ પછી કોલેજ લેવલે કયા પ્રકારના અભ્યાસક્રમો આવી શકે તેના થી પણ વિદ્યાર્થીઓ ને માહિતગાર કરવામાં આવ્યા હતા. આ પ્રદર્શન જોવા માટે માંડવી ની આજુબાજુ ની શાળાઓ જેવી કે માંડવી હાઈ સ્કૂલ માંડવી, વી. એફ. હાઈસ્કૂલ માંડવી. તપસ્વી વિદ્યા સંકુલ તેમજ વાઘેચા હાઈસ્કૂલ ના કુલ 350 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.સમગ્ર કાર્યક્રમ નું સંચાલન સાયન્સ કોલેજ ના હેડ ડો. મહેશ માલાણી તેમજ શ્રી પાર્થ ટેલર દ્વારા કરવામાં આવ્યું હતું. સાયન્સ કોલેજ દ્વારા કરવામાં આવેલ આ ઉત્કૃષ્ઠ કામગીરી બદલ માંડવી એજ્યુકેશન સોસાયટી ના હોદ્દેદાર શ્રી ઓ , ડો. વાસુદેવભાઇ જોખાકર , શ્રી નલિન ભાઈ શાહ , શ્રી જગદીશભાઈ પારેખ ડો. આશિષભાઈ અને તમામ ટ્રસ્ટી અને કોલેજ પરિવાર તરફ થી સાયન્સ કોલેજ ના હેડ તમામ સ્ટાફ, આચાર્ય શ્રી તેમજ સાયન્સ કોલેજ ના વિદ્યાર્થીઓ ને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
