સુરત : રેલ્વે સ્ટેશનના એ.આર.એમ.ને કોંગ્રેસ દ્વારા આવેદન પત્ર અપાઈ
આવનાર તહેવારને લઈ ટ્રેન વધારવાની માંગણી સહિતની રજુઆત કરાઈ
મોટી સંખ્યામાં કોંગ્રેસીઓ હાજર રહ્યા
સુરત રેલ્વે સ્ટેશન ખાતે પુર્વ ઝેડઆરયુસીસી મેમ્બર દ્વારા રેલ્વે યાત્રીઓની વિવિધ માંગણીઓ અને આવનાર તહેવારને લઈ ટ્રેન વધારવાની માંગણી સહિતની રજુઆત કરાઈ હતી.
રેલવે યાત્રીઓની વિવિધ માંગણીઓ તેમજ આવનાર દિવાળી ના તેહવાર અને બરોડા તથા મુંબઈ ડિવિઝનની વિવિધ સમસ્યાઓને લઈને સુરત રેલ્વે સ્ટેશનના એ.આર.એમ.ને સુરત શહેર કોંગ્રેસ ના પૂર્વ પ્રમુખ ધનસુખભાઈ રાજપૂત અને વેસ્ટર્ન રેલવેના પૂર્વ સદસ્ય ઝેડ.આર.યુ.સી.સી. મેમ્બર કલ્પેશ બારોટની આગેવાનીમાં આવેદન પત્ર આપવામાં આવ્યુ હતું. જે સમયે મોટી સંખ્યામાં કોંગ્રેસીઓ હાજર રહ્યા હતાં.
