સુરતમાં અન્યોની મિલ્કતો પર કબ્જો કરનારાઓ સામે લાલ આંખ
વિધવા મહિલાની વડીલો પાર્જીત મિલ્કત પર કબ્જો
એસઓજીએ મિલ્કત પરત અપાવતા વિધવા મહિલાએ આભાર માન્યો
સુરતમાં અન્યોની મિલ્કતો પર કબ્જો કરનારાઓ સામે પોલીસે લાલ આંખ કરી છે ત્યારે વિધવા મહિલાની વડીલો પાર્જીત મિલ્કત પર કબ્જો કરનાર પાસેથી સુરત એસઓજીએ મિલ્કત પરત અપાવતા વિધવા મહિલાએ પોલીસનો આભાર માન્યો હતો.
સુરતમાં અસામાજિક તત્વો અન્યોની દુકાન અને મકાનો પર કબ્જો કરી દાદાગીરી કરતા હોય છે. ત્યારે આવી જ રીતે મહિધરપુરા ઘોડિયા બાવાના મંદિરની ગલીમાં વિધવા શિલાબેન રાવલની વડિલો પાર્જીત મિલ્કત પર કેટરસનુ કામ કરતા વિપુલ ઈન્દ્રવદન કંસારાએ કબ્જો કર્યો હતો. પહેલા એક વર્ષ માટે જગ્યા બાડે રાખ્યા બાદ કબ્જો કરતા વિધવા શિલાબેનએ સુરત પોલીસ કમિશનર કચેરીએ પહોંચી આપવિતી રજુ કરી હતી જેને લઈ એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમ અને પીઆઈ અતુલ સોનારાએ ત્વરિત મદદ કરી કબ્જો કરનાર વિપુલ કંસારા પાસેથી મિલ્કતનો કબ્જો રાજીખુશીથી વિધવા શિલાબેન રાવલને પરત અપાવતા તેઓએ પોલીસનો આભાર માન્યો હતો.
