સુરતમાં : 20 ઓગસ્ટના રોજ મહાશક્તિઓ સાથે સતીયોની બેઠક યોજાશે
ભક્તો પોતપોતાના દેવી-દેવતાઓની પૂજા કરશે.
બેઠક અંગે મીડિયા સાથે વાત કરવામાં આવી
સુરતમાં આગામી 20 ઓગસ્ટના રોજ શ્રી શક્તિ ધામ સેવા સમિતિ દ્વારા મહાશક્તિઓ સાથે સતીયો ની બેઠકનો ભવ્ય આયોજન કરાનાર છે જે અંગે માહિતી આપવામાં આવી હતી.
સુરતના ડુમસ રોડ પર આવેલ વાયપીડી કન્વેન્શન હોલમાં આગામી 20મી ઓગષ્ટ બુધવારના રોજ શ્રી શક્તિ ધામ સેવા સમિતિ, સુરત દ્વારા મહાશક્તિઓ સાથે સતીયોની બેઠકનુ આયોજન કરાનાર છે. તો આ પ્રસંગે ગણેશજી, શ્રી રાણી સતીજી, શ્રી મદલ સતી દાદાજી, શ્રી નાનુ સતી દાદાજી, શ્રી ધોળી સતી દાદાજી, શ્રી ચાવો વીરો દાદાજી, શ્રી ખેમી મોલી સતી દાદાજી સહિત કુલ 21 દેવતાઓના ભવ્ય મંડપને શણગારવામાં આવશે. અને ભક્તો પોતપોતાના દેવી-દેવતાઓની પૂજા કરશે. તો આ અંગે પ્રમુખ હરેન્દ્ર પ્રસાદ સરાફ અને ઉપપ્રમુખ ગોપાલ કોટરીવાલે જણાવ્યું હતું કે કાર્યક્રમમાં સૌરવ મધુકર અને કેશવ મધુકર દ્વારા મહામંગલ પાઠનું પઠન કરવામાં આવશે અને કોલકાતાની ટીમ નૃત્ય-નાટકનું મંચન કરશે. મંત્રી મુરારીલાલ સુરેકા અને ઉપપ્રમુખ રતનલાલ દારુકાએ જણાવ્યું હતું કે દાદીના દરબારને સજાવવા માટે કોલકાતાથી ખાસ કારીગરોને આમંત્રિત કરવામાં આવ્યા છે, જ્યારે ફૂલોની સજાવટ માટે ફૂલો બેંગ્લોર અને કોલકાતાથી મંગાવવામાં આવશે. સાથે ખજાનચી અજય પટોદિયા, ઉપસચિનવ અનુપ જાલને, વિશ્વનાથ પચેરિયા, સુભાષ ટિબ્રેવાલે સહિતનાઓએ મીડિયા સાથે વાત કરી હતી.
