સુરતમાં પુણા ખાતે ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ભીષણ આગ

Featured Video Play Icon
Spread the love

સુરતમાં પુણા ખાતે ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ભીષણ આગ
સાડીના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા ભાગદોડ
આગમાં મોટુ નુકશાન થયુ હોવાની આશંકા

સુરતમાં આગની વધી રહેલી ઘટનાઓ વચ્ચે પુણા ખાતે ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં સાડીના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા ભાગદોડ મચી જવા પામી હતી.

સુરતમાં આગની વધી રહેલી ઘટનાઓ વચ્ચે પુણા વિસ્તાર ખાતે આવેલ સિલ્વર ચોક નજીક ઇન્ડસ્ટ્રીયલ અર્જુન પાર્ક સોસાયટીમાં ચોથા માળે આવેલા સાડીના ગોડાઉનમાં આગ લાગી હતી જેને લઈ સ્થાનિકોમાં ફફડાટ મચી ગયો હતો. તો આગની જાણ થતા જ ફાયર વિભાગનો મોટો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. 5 ફાયર સ્ટેશનની 10થી વધુ ગાડીઓ સ્થળ પર પહોંચી સતત પાણીનો મારો ચલાવી ભારે જહેમતે આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયુ નથી. તો આગમાં મોટુ નુકશાન થયુ હોવાની આશંકા છે પરંતુ આગમાં જાનહાની ન થતા હાશકારો અનુભવાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *