તડકેશ્વર ગામે ગૌવંશના વાછરડાને કતલ માટે લઈ જતો એક વ્યક્તિ ઝડપાયો

Featured Video Play Icon
Spread the love

તડકેશ્વર ગામે ગૌવંશના વાછરડાને કતલ માટે લઈ જતો એક વ્યક્તિ ઝડપાયો
કતલના ઈરાદે લઈ જવાતા ગૈવવંશના વાછરડાને બચાવી લેવાયું
૨.૬૦ લાખનો મુદ્દા માલ કબજે કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી

માંડવી પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે તડકેશ્વર તરફ જતા રસ્તા પર એક લાલ કલરની ગેનમોટ જનરલ લિમિટેડ કંપનીની સી-સ્પાર્ક મોડેલ કાર નં. GJ-05-CJ-4881 માં ગૈવવંશના વાછરડાને ભરેલા હોવાની માહિતી મળી હતી જેની અટકાયત કરતા કતલના ઈરાદે લઈ જવાતા ગૈવવંશના વાછરડાને બચાવી લેવાયું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર અપોકો આભા મોના તેમજ અલોર ધનરાજ વિજય તથા ડ્રાપોકો મિતુલ અરવિંદ માંડવી પોલીસ માણસો પેટ્રોલિંગમાં હતા એ દરમિયાન બાતમી મળી હતી કે નાના નો ગામમાંથી તડકેશ્વર તરફ જતા રોડ ઉપર એક લાલ કલરની ગેનમોટ જનરલ લિમિટેડ કંપનીની સી સ્પાર્ક મોડેલ કાર નં GJ-05-CJ-4881 માં વાછરડા ભરીને આવે છે જે ચોક્કસ બાતમી ના આધારે પોલીસે તરત જ હરકતમાં આવી તડકેશ્વર થી નાના નો ગામા તરફ જતા રસ્તા ઉપર આવેલ ખાનકાહમસ્જિદ પાસે વોચ ગોઠવી હતી જ્યાં બાતમી વાળી કાર આવતા તેને અટકાવવાનો પ્રયત્ન કરતા કાર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા રોડની બાજુમાં આવેલ ખાઈમાં કાર ઉતારી દીધી હતી કાર પાસે જઈ કારની તપાસ કરતા આગળની સીટ પર બેઠેલે ડ્રાઇવર તથા બાજુની સીટ પર બેઠેલો વ્યક્તિ ત્યાંથી ફરાર થઈ ગયા હતા પાછળની સીટ પર વાછરડા સાથે બેઠેલ (અરવિંદ નગીન વસાવા રહે.તડકેશ્વર નવાપરા ફળિયુ) ને પોલીસે ઝડપી પાડ્યો હતો જેને સધન પૂછપરછ કરતા જણાવેલ કે ફરાર થઈ ગયેલી વ્યક્તિઓમાં ડ્રાઈવરસીટ પર બેસેલ મોહમદ રાજા હતો તથા એના સાથી દાર નું નામ તેને ખબર નથી તથા વધુમાં જણાવેલ કે નાના નોંગામાં ગામે રહેતા કિશન રામુ પટેલ નાવો પાસેથી કતલ કરવાના ઇરાદે ગૈવવંશના વાછરડાની ખરીદી કરી લઈ જઈ રહ્યા હોવાની કબુલાત કરી હતી પોલીસે અરવિંદ વસાવા ની ધરપકડ કરી મહમદ રાજા તથા તેના અન્ય એક સાથીદારને વોન્ટેડ જાહેર કરેલ છે તથા સ્થળ પરથી મળી આવેલ કાર,મોબાઈલ તેમજ ગૈવવંશના વાછરડાની અંદાજિત રકમ ૨.૬૦ લાખનો મુદ્દા માલ કબજે કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *