નવસારી જિલ્લાના રાજકારણમાં મોટો વળાંક
આંતરિક અસંતોષ અને રાજીનામાંના વિવાદમાં હવે નવો વળાંક
નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવશે.
નવસારી જિલ્લાના રાજકારણમાંથી જલાલપોર તાલુકા ભાજપ સંગઠનમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા આંતરિક અસંતોષ અને રાજીનામાંના વિવાદમાં હવે એક નવો અને મોટો વળાંક આવ્યો છે.
નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ અને મહામંત્રીઓએ કમલમ ખાતે એક મહત્વની બેઠક યોજી અને જાહેરાત કરી હતી. પક્ષના આ કડક વલણને જોતા એ સ્પષ્ટ છે કે ભાજપ સંગઠનમાં શિસ્તને પ્રથમ પ્રાધાન્ય આપી રહી છે. જિલ્લા ભાજપ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, જલાલપોર તાલુકામાં સંગઠનનું કામ અટકે નહીં તે માટે નજીકના ભવિષ્યમાં જ નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવશે. જલાલપોર તાલુકા ભાજપના જે 58 હોદ્દેદારોએ સામૂહિક રાજીનામાં ધરી દીધા હતા, તેમાંથી ભાજપ દ્વારા શિસ્તબદ્ધ કાર્યવાહી કરતા મોટાભાગના રાજીનામાં સ્વીકારી લેવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, કુલ 58 હોદ્દેદારો પૈકી 25 હોદ્દેદારોએ પોતાના રાજીનામાં પરત ખેંચી લીધા છે, જ્યારે બાકીના 33 લોકોના રાજીનામાં પક્ષ દ્વારા સ્વીકારી લેવામાં આવ્યા છે. જોકે, આ રાજીનામાં સ્વીકારાતા જલાલપોરના સ્થાનિક રાજકારણમાં મોટો ગરમાવો આવી ગયો છે. ચર્ચાઓ એવી પણ ચાલી રહી છે કે આ રાજકીય ભડાકા બાદ આગામી દિવસોમાં સ્થાનિક સ્તરે મોટા સમીકરણો બદલાઈ શકે છે. હવે જોવાનું એ રહેશે કે નવા સંગઠનની રચના બાદ આ અસંતોષ શમે છે કે પ
