સુરતમાં ચૌટા બજારના દબાણો દુર કરવા લખાયેલા પત્ર
ભાજપના પુર્વ પ્રમુખ નીતિન ભજીયાવાળાએ લખ્યો પત્ર
પાલિકા દ્વારા દબાણો દુર કરવાની કામગીરી હાથ ધરાઈ
સુરત ભાજપના પુર્વ પ્રમુખ અને પુર્વ કોર્પોરેટર નીતિન ભજીયાવાળા દ્વારા ચૌટા બજારના દબાણો દુર કરવા લખાયેલા પત્રની અસર દેખાઈ હોય તેમ પાલિકા દ્વારા દબાણો દુર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી.
સુરત શહેર ભાજપના પૂર્વ પ્રમુખ નીતિન ભજીયા વાળાના પત્રની અસર જોવા મળી હોય તેમ આખરે ચૌટા બજારના દબાણો દૂર કરાયા હતાં. સુરત મહાનગર પાલિકાના સેન્ટ્રલ ઝોન દ્વારા સોમવારે પણ દબાણ દૂર કરવાની કામગીરી કરાઈ હતી જો કે ફરી પાછા આ દબાણો દેખાયા હતાં. પૂર્વ નગર સેવક નીતિન ભજીયાવાળાએ સુરતના તમામ ધારાસભ્યો અને સાંસદોને પણ રજૂઆત કરી હતી. અને વારંવારના પત્રો બાદ તેઓ મીડિયા સામે આવી દબાણ કામગીરી નહીં થતી હોવાના નિવેદનો આપ્યા હતાં આખરે પાલિકા દ્વારા ચૌટા બજારના દબાણો દુર કરાયા હતાં.
