અરેઠ તાલુકાના ઝરપણ ગામે શેરડી કાપવાના મજૂર ઉપર દીપડાનો હુમલો.
દીપકભાઈ પવાર પર હુમલો કરતા બારડોલી સરદાર હોસ્પિટલ ખસેડાયો.
અરેઠ તાલુકાના ઝરપણ ગામે શેરડી કાપવા ના મજૂર ઉપર દીપડાનો હુમલો. અરેઠ તાલુકાના ગામની સીમમાં દીપકભાઈ પવાર પર હુમલો કરતા બારડોલી સરદાર હોસ્પિટલ ખસેડાયો.
અરેઠ તાલુકાના જળપર ગામની સીમમાં આજરોજ તારીખ 6 12 25 ના રોજ પાનાચંદ રાજાભાઈ ગામીત ખેતરમાં શેરડી કાપવાનું કામ ચાલુ હોય જ્યાં સવારે 8.00 વાગ્યે ટ્રેક્ટર માં શેરડી ભરવા માટે હું તથા મારા ભાઈ યશવંતભાઈ તથા અમારી ટુકડી ટ્રેક્ટર માં શેરડી ભરવા ગયા હતા અને શેરડી ભરતા હતા હું દિપકભાઈ પવાર તથા અમારી ટુકડી શેરડી કાપવા ગયા હતા એ વખતે શેરડીના ખેતરમાંથી અચાનક એક દીપડા એ આવીમારા ઉપર હુમલો કરી દીધો હતો. અને મને પંજા મારતા ડાબા હાથના અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા લોહી લુહાણ થયેલ હતો જેથી મેં બુમા બુમ કરવામાં આવતા અમારી ટુકડીના માણસો આવી જતા દિપડો ત્યાંથી નાસીછુંટેલો હતો આ ઘટનાની જાણ થતા મારા મામા નો છોકરો કિશોરભાઈ તથા મારા મોટાભાઈ યશવંતભાઈ ફોરવીલ ગાડી લઈને આવી પહોંચી મને પ્રાથમિક સારવાર માટે અરૅઠ દવાખાને લઈ ગયા હતા અને ત્યાંથી મને બારડોલી સરદાર સ્મારક ખાતે લઈ જવામાં આવેલ હતા જ્યાં મારી તબિયત સારી અને સંપૂર્ણ ભાનમાં છું અરેઠપોલીસ તંત્ર દ્વારા આગળની કાર્ય વાહી હાથ ધરવામાં આવી છે…
