માંડવી ખાતે વિરાટ હિન્દુ ધર્મ સભા યોજાઈ.

Featured Video Play Icon
Spread the love

માંડવી ખાતે વિરાટ હિન્દુ ધર્મ સભા યોજાઈ.
ટાઈગર શ્રી કે.રાજા સિંહ દ્વારા તેજાબી ભાષામાં સભા સંબોધી
આદિવાસી સમાજમાં નવો પ્રાણ પૂર્યો

માંડવી પાલિકા ગ્રાઉન્ડ ખાતે વિરાટ હિન્દુ ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય વક્તા તરીકે શ્રી ટાઇગર રાજા સિંહ પ્રખર હિન્દુ વક્તા દ્વારા સંબોધવામાં આવી હતી

માંડવી પાલિકા ગ્રાઉન્ડ ખાતે વિરાટ હિન્દુ ધર્મસભાના કન્વીનર મીહરભાઈ વસાવાએ ઉપસ્થિત મહેમાનોને આવકાર્યા હતા અને આજે મહિલા દિવસની સૌ બહેનોને શુભકામના પાઠવી હતી. આ પ્રસંગે ધર્મ અને રાષ્ટ્ર માટે સતત બુલંદ અવાજ આપનાર ટાઈગર રાજાસિંહ દ્વારા ધર્મ સભા સંબોધવામાં આવી હતી અને તેમણે જણાવ્યું હતું કે અમારો હિન્દુ સમાજ સનાતન એ ધર્મ સંતોને ધર્મ સંસ્કૃતિ જાળવનારો સમાજ છે અમારો સમાજ ભગવાનબિરસા મુંડાને માનનારો સમાજ છે તેમજ પ્રકૃતિ પુજક છે જો અમારા આદિવાસી સમાજ અને અમારી સનાતનની સંસ્કૃતિ નષ્ટ કરવાનો પ્રયાસ કરશે તો અમે સાખી લઈશું નહીં જેવા તેજાબી ઉદબોધન કર્યું હતું. અને આદિવાસી સમાજમાં નવો પ્રાણ પૂર્યો હતો. આ પ્રસંગે સુરત જિલ્લા તથા તાપી જિલ્લા માંથી હિન્દુ કાર્યકર્તાઓ ખૂબ જ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *