સુરતના અડાજણ વિસ્તારમાં હોસ્પિટલની દિવાલ પડી

Featured Video Play Icon
Spread the love

સુરતના અડાજણ વિસ્તારમાં હોસ્પિટલની દિવાલ પડી
બાજુની જગ્યામાં કન્સ્ટ્રક્શન સમયે પીપી માણિયા હેલ્થકેરની દિવાલ પડી
પાલિકાના અધિકારીઓ સામે જ બેદરકારીના આક્ષેપો

સુરતના અડાજણ વિસ્તારમાં પીપી માણિયા હેલ્થકેર બિલ્ડીંગની દીવાળ ધસી જતા ભાગદોડ મચી ગઈ હતી. બાજુની જગ્યામાં કન્સ્ટ્રક્શન ચાલી રહ્યુ હોય તે જ સમયે દિવાલ ધસી પડતા પાલિકાના અધિકારીઓ સામે પણ બેદરકારીના આક્ષેપો કરાયા હતાં.

સુરત મહાનગર પાલિકાના અધિકારીઓની ફરી એક બેદરકારી સામે આવી છે. જેમાં એક બિલ્ડીંગની દીવાલ ધસી ગઈ છે. વાત એમ છે કે સુરતના અડાજણ વિસ્તારમાં પી.પી. માણિયા હેલ્થકેર બિલ્ડીંગની બાજુમાં બાંધકામ ચાલી રહ્યુ હોય તે સમયે કન્સ્ટ્રક્શન સાઈડની બાજુમાં આવેલી દિવાલ ધસી પડી હતી. જો કે કોઈ પણ જાતની સેફ્ટી વગર કામગીરી કરાઈ રહી હોય જેને લઈ પાલિકાના અધિકારીઓ સામે જ બેદરકારીના આક્ષેપો કરાઈ રહ્યા છે. હાલ તો દીવાલ નમી જતા રીપેરીંગ કામ શરૂ કરાયુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *