સુરત : ગણેશોત્સવ 2025 નો ભવ્ય કાર્યક્રમ યોજાયો

Featured Video Play Icon
Spread the love

સુરત : ગણેશોત્સવ 2025 નો ભવ્ય કાર્યક્રમ યોજાયો
27 ઓગસ્ટે વિશાળ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો
કાર્યક્રમમાં અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા

નાગરાજ ગ્રુપ દ્વારા ગણેશોત્સવ 2025 નો ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો કાર્યક્રમના મુખ્ય આયોજક પિયુષ દેસાઈના માર્ગદર્શન હેઠળ આ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે 27 ઓગસ્ટે રાત્રે 9 વાગ્યાથી વિશાળ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો જેમાં પ્લોકપ્રિય યુવા કલાકાર વિશાલ કમલિવાડા, અને ભૂમિ ટાઈગર, નીલમ પટેલ, દ્વારા સંગીતમય લાઈવ DJ સાથે શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. આ કાર્યક્રમને ગૌરવ અપાવવા માટે વિશેષ મહેમાન તરીકે કિશોર કાનાણી (MLA), ગોવિંદ ભુવા (ગોગા સિકોતર અમરોલી), પિયુષ દેસાઈ માલધારીસેલ ગુજરાત પ્રદેશ ભાજપ, ગીતાબેન રબારી (કોપોરેટર), ધનશ્યામ મકવાણા (કોપોરેટર), કપોદ્રા પોલીસ સ્ટેશન, વરાછા પોલીસ સ્ટેશન ના અધિકારી હાજરી આપી હતી ભગવાન શ્રી ગણેશની આરાધનાને આધ્યાત્મિકતા અને મનોરંજન સાથે જોડતો આ ઉત્સવ શહેરવાસીઓ માટે યાદગાર બન્યો હતો. નાગરાજ ગ્રુપ અને મુખ્ય આયોજક પિયુષ દેસાઈ સૌ ભાવિકોને આહ્વાન કરે છે કે તેઓ મોટી સંખ્યામાં હાજરી આપીને ઉત્સવને ભવ્ય બનાવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *