વડોદરાના સોમાતળાવમાં ફ્લેટની ગેલેરી ધરાશાયી.

Featured Video Play Icon
Spread the love

વડોદરાના સોમાતળાવમાં ફ્લેટની ગેલેરી ધરાશાયી.
ઘટનામાં તેજલ ત્રિવેદી નામની મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત.
માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા મહિલા આઈસીયુમાં દાખલ.

વડોદરા શહેરના સોમાતળાવ વિસ્તારમાં આજે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. અહીં આવેલી અંબિકાધામ સોસાયટીમાં એક એપાર્ટમેન્ટના આગળના ભાગની બે માળની ગેલેરી અચાનક ધરાશાયી થઈ પડતા સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.

વડોદરા શહેરના સોમાતળાવ વિસ્તારમાં આજે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. અહીં આવેલી અંબિકાધામ સોસાયટી માં એક એપાર્ટમેન્ટના આગળના ભાગની બે માળની ગેલેરી અચાનક ધરાશાયી થઈ પડતા સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. આ અકસ્માતની જાણ થતા જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ગેલેરી ધરાશાયી થવાને કારણે બે વ્યક્તિઓને ઈજા પહોંચી હોવાના અહેવાલ મળ્યા છે, જેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ગેલેરી પડી જવાને કારણે મકાનમાં ફસાયેલા આશરે 15 થી 20 જેટલા લોકોને ફાયર ફાઈટરો દ્વારા સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા…

સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, ગેલેરી પડવાનો અવાજ એટલો પ્રચંડ હતો કે આસપાસના લોકોમાં ફાળ પડી ગઈ હતી. ફાયર વિભાગની સતર્કતાને કારણે મોટી જાનહાનિ ટળી છે અને તમામ ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા છે. હાલમાં તંત્ર દ્વારા કાટમાળ હટાવવાની અને બિલ્ડિંગની સુરક્ષા તપાસવાની કામગીરી હાથ ધરવામાં આવી છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *