સુરતમાં વાહનોમાં આગની ઘટના
ગલેમંડી પાસે આવેલ રાજા ડેરી પાસેથી પસાર થતી ઈકો કારમાં આગ
આગમાં જાનહાની ન થતા હાશકારો અનુભવાયો
સુરતમાં વાહનોમાં આગની ઘટનાઓ વચ્ચે ગલેમંડી પાસે આવેલ રાજા ડેરી પાસેથી પસાર થતી ઈકો કારમાં આગ લાગતા ભાગદોડ મચી ગઈ હતી જો કે આગમાં જાનહાની ન થતા હાશકારો અનુભવાયો હતો.
સુરતમાં વાહનોમાં આગના બનાવોમાં વધારો થઈ રહ્યો હોય તેમ લાગી રહ્યુ છે ત્યારે સુરતના ગલેમંડી પાસે આવેલ રાજા ડેરી પાસે ઈકો કારમાં આગ લાગી હતી. રસ્તા પરથી પસાર થતી ઈકો કારમાં આગ લાગતા ચાલક કારમાંથી ઉતરી ગયો હતો તો કારમાં આગ લાગતા સ્થઆનિકોમાં ડર જોવા મળ્યો હતો. અને બનાવને લઈ ફાયરને જાણ કરાતા તાત્કાલિક ઘાચીશેરી ફાયર વિભાગની ટીમ સ્થળે દોડી ગઈ હતી અને આગ પર પાણીનો મારો કરી કાબુ મેળવ્યો હતો તો આગમાં કોઈ જાનહાની ન થતા હાશકારો અનુભવાયો હતો.
