સુરતના રાણી તળાવમાં જર્જરિત મકાન ધરાશાઈ
મકાનમાં રહેતા બે લોકોને ફાયરે સહિસલામત બહાર કાઢ્યા
ફાયરની ટીમનો આભાર વ્યક્ત કર્યો
સુરતના રાણી તળાવ વિસ્તારમાં જર્જરિત થયેલો ગ્રાઉન્ડ પ્લસ બે માળનો મકાન ધરાશાઈ થયો હતો. જો કે મકાનમાં રહેતા બે લોકોને ફાયરે સહિસલામત બહાર કાઢ્યા હતાં.
સુરતના રાણી તળાવ ખાતે આવેલ ડુંગર શેરીમાં જર્જરિત હાલતમાં રહેલો ગ્રાઉન્ડ પ્લસ બે માળનો મકાન અચાનક ધરાશાઈ થયો હતો. મકાન ધરાશાઈ થયો તે સમયે બે વ્યક્તિ તેમાં હોય બનાવને લઈ લોકો દોડી આવ્યા હતા અને ફાયરને જાણ કરી હતી જેથી ફાયરની ટીમે સ્થળે દોડી જઈ જર્જરિત મકાનમાં ફસાયેલા બે લોકોને સહિસલામત બહાર કાઢ્યા હતાં. જેને લઈ લોકોએ ફાયરની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.
