સુરત એરપોર્ટ આસપાસ ઊંચી ઇમારતોનો કેસ

Featured Video Play Icon
Spread the love

સુરત એરપોર્ટ આસપાસ ઊંચી ઇમારતોનો કેસ
એરપોર્ટ નજીકની બહુમાળી ઈમારતો ઉતારાશે
હાઈકોર્ટે સુનાવણી કરતાં વળતરનો કર્યો નિર્દેશ

સુરત એરપોર્ટ પાસે આવેલી બહુમાળી બિલ્ડીંગોના ગેરકાયદે બાંધકામ હટાવવાને લઈ હાઈકોર્ટમાં કરાયલી અરજી અંગે સુરત એરપોર્ટ એકશન કમિટિએ માહિતી આપી હતી.

સુરત એરપોર્ટની નજીક આવેલ બહુમાળી બિલ્ડીંગોના ગેરકાયદેસર બાંધકામ હટાવવા હાઇકોર્ટમાં અરજી થઇ હતી ત્યારબાદ કોર્પોરેશન દ્વારા ફ્લેટના રહીશોને ફ્લેટ ખાલી કરવા નોટિસ આપી હતી. આ બાબતે રહીશોએ હાઇકોર્ટમાં રાહત માંગવા અરજી કરી હતી. આ અરજીને લઈ સોમવારે સુનાવણી થઈ હતી. હાઇકોર્ટે પણ કહ્યું હતુ કે અમદાવાદની દુર્ઘટના જોયા પછી આ ઘટનાનું પુનરાવર્તન થવું જોઈએ નહીં. ફ્લેટ હટાવવા જોઈએ અને રહીશોને વળતર પણ મળવું જોઈએ. હાઇકોર્ટે કહ્યું કે કોર્પોરેશન અને ડીજીસી એ બંને તટસ્થ રીતે ઈન્કવાયરી કરવી જોઈએ અને આ બાબતે નવેસરથી સંયુક્ત રિપોર્ટ આપવા સત્તાધીશોને નિર્દેશ કર્યા છે. એરપોર્ટ ઓથોરિટીની રજૂઆત હતી કે કેટલાક બિલ્ડરોએ ઊંચાઈના નિયમો જ નક્કી કરાયા છે તેનો ઉલ્લંઘન કર્યું છે અને ડીજીસીએ પાસે તેની મંજૂરી લેવાઈ નથી. કેટલાક બિલ્ડરો દ્વારા ખોટા સંકલનના આધારે એનઓસી મેળવવાનો પ્રયાસ થયો છે કોર્પોરેશન પાસે વિકાસલક્ષી પરવાનગી પણ મેળવવામાં આવી નથી. એરપોર્ટથી કેટલા અંતરે રહેણાંક મિલકત હોવી જોઈએ તેનું પાલન પણ થયું નથી. જો કોર્પોરેશન બધી નડતરરૂપ સોસાયટી તોડી પાડશે તો હજારો પરિવારોને હાલાકી પડશે. ત્યારે કોર્ટે ટકોર કરી કે ડિજીસીએ અને કોર્પોરેશને સંયુક્ત આ સમસ્યાનો હલ લાવવો તેમ કહ્યુ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *