કડોદરામાં કેમિકલ ચોરીનું મોટું રેકેટ

Featured Video Play Icon
Spread the love

કડોદરામાં કેમિકલ ચોરીનું મોટું રેકેટ
સ્વામિનારાયણ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં દરોડા
પોલીસે 5 આરોપી સહિત કુલ 34 લાખ મુદામાલ જપ્ત કર્યો.

કડોદરામાં કેમિકલ ચોરીનું મોટું રેકેટ ઝડપાયું કડોદરા પોલીસે 5 આરોપી સહિત કુલ 34 લાખ મુદામાલ જપ્ત કર્યો…

સુરત ગ્રામ્યના કડોદરા જી.આઈ.ડી.સી. પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેમિકલ ચોરીનું મોટું કૌભાંડ ઝડપાયું છે. પોલીસે તાતીથૈયા ગામની સીમમાં આવેલા સ્વામિનારાયણ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં દરોડા પાડી, ટેન્કરમાંથી ગેરકાયદેસર રીતે કેમિકલ કાઢી તેનું વેચાણ કરતા પાંચ શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહીમાં પોલીસે કુલ 34,02,600 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.પ્રાપ્ત માહિતી અનુસાર, તા. 1 ફેબ્રુઆરી 2026 ના રોજ બપોરે 12:15 થી 19:45 વાગ્યાના સમયગાળા દરમિયાન આ ગેરકાયદે પ્રવૃત્તિ ચાલી રહી હતી. પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.કે. ચૌધરી અને એ.એસ.આઇ હરેશભાઇ ખુમાભાઇ ચૌધરીને બાતમી મળતા તાત્કાલિક રેડ કરવામાં આવી હતી.આરોપીઓ ટેન્કરમાંથી કેમિકલ કાઢી તેને બેરલ અને કેરબામાં ભરતા હતા અને તેટલા જ પ્રમાણમાં પાણી ભરી દેતા હતા, જેથી ચોરી પકડાઈ ન શકેપોલીસે ઘટના સ્થળેથી પાંચ આરોપીઓની ધરપકડ કરી છે.

જેમાં ટેન્કર ડ્રાઈવર રણજીત જીયાલાલ ગૌતમ, ચોરી કરેલ કેમિકલનો વેપાર કરનાર રાહુલ કૈલાશભાઈ ડોબરીયા, દેવેન્દ્રસિંહ ઉર્ફે મનોજસિંહ રાજપુત, મજૂરી કામ કરનાર નાશીર મફિઝુર અહેમદ શેખ અને કેમિકલ લેવા આવેલ ચંદનકુમાર સુદેશ્વર ચૌબેનો સમાવેશ થાય છે.આ રેકેટમાં સંડોવાયેલા અન્ય ચાર શખ્સો કૈલાશભાઈ ડોબરીયા, જીતુ કાકા, ચેતનભાઈ અને મહેશભાઈને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસે સ્થળ પરથી 32,040 લિટર કેમિકલ (કિંમત 16,02,000 ), ટેન્કર GJ-16-Z-0326, એક બોલેરો મેક્સ પિકઅપ નંબર GJ-19-Z-2034, 15,600 રોકડા, 6 મોબાઈલ ફોન, ડિજિટલ વજન કાંટો, મોટર, ખાલી બેરલ અને કેરબા સહિત કુલ 34,02,600 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *