સુરતમાં વેડરોડ ગુરુકુળ પાસેથી રડતી 9 મહિનાની બાળકી મળી
પોલીસે ગણતરીના કલાકોમાં પરિવાર સાથે મિલન કરાવ્યું
વાલીવારસ ન મળ્યા ત્યાં સુધી બાળકીની સંભાળ રાખી
સુરતના સિંગણપોર ડભોલી પોલીસ મથક વિસ્તારમાં ગુરૂકુલ મંદિર પાસે સાંડના સમયે એક માસુમ નવજાત બાળા રડતી હાલતમાં મળતા પોલીસે બાળાનો કબ્જો લઈ માતા-પિતાને શોધી પરત કરી હતી.
સુરતના સિંગણપોર ડભોલી પોલીસ મથક વિસ્તારમાં આવેલા ગુરૂકુળમંદિર ખાતે ગત 10મી ઓગષ્ટના રોજ સાંજે ચારેક વાગ્યાના અરસામાં એક માસુમ 9 થી 10 મહિનાની બાળકી રડતી મળતા પોલીસે બાળાનો કબ્જો લઈ તેની સારસંભાર રાખી બાળકાને સ્મિમેર હોસ્પિટલ ખાતે મેડિકલ કરાવ્યા બાદ કતારગામમાં શિશુગૃહ ખાતે ખસેડી હતી. અને ત્યારબાદ બાળાના માતા-પિતાની શોધખોળ કરતા મુળ બિહારના આરા જીલ્લાના રવિ વિશ્વનાથ શાની તથા તેની પત્નિ અનુશાદેવી હોવાનુ સામે આવતા તેઓની શોધખોળ કરી પુછપરછ કરતા તેઓએ કબુલાત કરી હતી કે બિહારથી તેઓની બહેન સુરત ખાતે રહેતી હોય જેના ઘરે પ્રસંગમાં આવ્યા હતા અને અન્ય સગા સંબંધી સાથે નાનીવેડ ખાતે ગુરૂકુળ મંદિરે ફરવા ગયા હતા જ્યાં બાળકીની માતાને બાળકી તેના અન્ય સગા સંબંધી ઓ સાથે બીજી રીક્ષામાં હોવાની ગેરસમજ થતા તેઓ બાળાને ગુરુકુળ ખાતે ભુલી ગયા હતા. જેથી શિશુગૃહમાંથી બાળકીનો કબ્જો માતાને સહીસલામત સોંપતા તેઓએ પોલીસનો આભાગ વ્યક્ત કર્યો હતો.
