સુરત : પાલનપુર જકાતનાકામાં રહેતી 20 વર્ષીય યુવતીનું મોત
યુવક સાથે ભાગીને આવી લિવ ઈનમાં રહેતી હતી યુવતી
પ્રેમીએ જ ગળું દબાવીને મોતને ઘાટ ઉતારી હોવાની આશંકા
રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ સામે આવશે.
સુરતના પાલનપુર જકાતનાકા વિસ્તારમાં રહેતા 20 વર્ષીય યુવતીનું શંકાસ્પદ મોત નિપજ્યુ છે. યુવક સાથે ભાગીને આવી લિવ ઈનમાં રહેતી યુવતિનુ મોત નિપજતા પ્રેમીએ જ ગળું દબાવીને મોતને ઘાટ ઉતારી હોવાની પરિવારે આશંકા વ્યક્ત કરી હતી.
સુરતના પાલનપુર જકાતનાકા વિસ્તારમાં રહેતી 20 વર્ષીય યુવતીનું શંકાસ્પદ મોત નીપજ્યું હતું. યુવતી ઘરે બેભાન હાલતમાં મળી આવ્યા બાદ સિવિલ હોસ્પિટલ ખસેડાતા મૃત જાહેર કરાઈ હતી. ગળા પર ઈજાના નિશાન હોવાથી પરિવારજનો દ્વારા લિવ ઈનમાં રહેતા પ્રેમીએ જ ગળું દબાવીને હત્યા કરી હોવાની આશંકા વ્યક્ત કરી છે. પ્રેમી પણ ફરાર થઈ ગયો છે. હાલ તો સિવિલ હોસ્પિટલમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ હાથ ધરવામાં આવ્યું છે. રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ સામે આવશે.
