સુરતના પુણા પોલીસ મથકની હદમાં SIR વિવાદ
અજાણ્યા વ્યક્તિએ ફોર્મ નંબર 7 ભરી મતદારયાદીમાંથી નામ કાઢ્યા
વઝીર શેખએ પુણા પોલીસ મથકે જઈ કાર્યવાહીની માંગ કરી
સુરતના પુણા પોલીસ મથકની હદમાં નવા કમેલા સંજય નગર ખાતે રહેતા ઈસમનો જાણી જોઈને અજાણ્યા વ્યક્તિએ ફોર્મ નંબર 7 ભરી મતદારયાદીમાંથી નામ કમી કરવાનો પ્રયાસ કર્યો હોય જેની સામે કાર્યવાહીની માંગ કરાઈ હતી.
સુરત સહિત ગુજરાતમાં એસઆઈઆરની કામગીરીમાં કેટલાક લોકો દ્વારા ખોટી રીતે વર્ષોથી રહેતા લોકોને મૃત કે અન્ય જગ્યાએ જતા રહ્યા હોવાના ફોર્મ નંબર સાત ભરવામાં આવી રહ્યા છે જેને લઈ અનેક વિવાદ થઈ ચુક્યા છે ત્યારે પુણા પોલીસ મથક વિસ્તારમાં આવેલ નવા કમેલા ઉમરવાડા ખાતે આવેલ સંજય નગરમાં રહેતા વઝીરશ શેખનો પણ રાઠોડ વિકી નામના ઈસમ દ્વારા ફોર્મ નંબર સાત ભર્યો હોય જેથી વઝીર શેખએ પુણા પોલીસ મથકે જઈ કહ્યુ હતુ કે હુ આ વિસ્તારમાં છેલ્લા 26 વર્ષથી રહુ છુ અને ખોટી રીતે મારૂ મતદાર યાદીમાંથઈ નામ કમી કરવા માટે રાઠોડ વિકીએ ફોર્મ ભર્યુ છે જેથી તેની સામે પગલા લઈ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી.
