સુરતની ઉત્રાણ પોલીસે ચાઈની દોરીનુ વેચાણ ઝડપ્યું

Featured Video Play Icon
Spread the love

સુરતની ઉત્રાણ પોલીસે ચાઈની દોરીનુ વેચાણ ઝડપ્યું
ચાઈનીઝ બોબીનનો જથ્થો કબ્જે કર્યો
દોરીનુ વેચાણ કરનારા બે આરોપીઓને ઝડપી પાડ્યા

સુરતની ઉત્રાણ પોલીસે ચાઈની દોરીનુ વેચાણ કરનારા બે આરોપીઓને ઝડપી પાડી તેઓ પાસેથી ચાઈનીઝ બોબીનનો જથ્થો કબ્જે કર્યો હતો.

સુરત પોલીસ કમિશનર, સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2, નાયબ પોલીસ કમિશનર ઝોન 5 અને મદદનીશ પોલીસ કમિશનર એલ ડીવીઝન દ્વારા મકરસંક્રાતીએ ચાઈનીઝ દોરીના વેચાણ પર પ્રતિબંધ હોય જેથી આ મામલે કડક કાર્યવાહી કરવા આપેલી સુચનાને લઈ પીઆઈ ડીયુ બારડની ટીમ પીએસઆઈ આરડી ધાધલના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે અહેકો સુધીર અને અપોકો કાનજીને મળેલી બાતમીના આધારે મોટા વરાછા ખાતેથી નાઈલોન ચાઈનીઝ દોરીનુ વેચાણ કરતા ક્રિશ ભરત ઠુમ્મર અને કેયુર દિપક ગોધાણીને ઝડપી પાડી તેઓ પાસેથી 98 હજારથી વધુની કિંમતના 89 બોબીન કબ્જે લઈ તેઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *