સુરતમાં બાંગ્લાદેશના ધ્વજ અને વડાપ્રધાનના ફોટા રસ્તા ઉપર
બાંગ્લાદેશમાં ચાલી રહેલ વિરોધ પ્રદર્શન અને સત્તા પલ્ટા
બાંગ્લાદેશમાં હિન્દુ યુવાનની હત્યા અને હિન્દુ સમુદાય પર અત્યાચાર
હાલ બાંગ્લાદેશમાં ચાલી રહેલ વિરોધ પ્રદર્શન અને સત્તા પલ્ટા વચ્ચે બાંગ્લાદેશમાં હિન્દુ યુવાનની હત્યા અને હિન્દુ સમુદાય પર થતા અત્યાચારના વિરોધમાં સુરતમાં બાંગ્લાદેશના ધ્વજ અને વડાપ્રધાનના ફોટા રસ્તા લગાવી વીરોધ કરાયો હતો.
સુરત શહેરમાં બાંગ્લાદેશનો વિરોધ કરવામાં આવ્યો હતો. બાંગ્લાદેશના વડાપ્રધાન મોહમ્મદ યુનુસના ફોટા સાથે બાંગ્લાદેશ મુર્દાબાદનો લખાણ લખાયો હતો. સુરત નવી સિવિલ હોસ્પિટલ ચાર રસ્તા નજીક રોડ વચ્ચે બાંગ્લાદેશનો રાષ્ટ્ર ધ્વજ અને વડાપ્રધાનનો ફોટો લગાવી વિરોધ કરાયો હતો. તો બાંગ્લાદેશમાં ફરી એક વખત હિન્દુ સમુદાય પર અત્યાચારના વિરોધને લઈ સુરતમાં વિરોધ પ્રદર્શન કરાયુ હતું.
