સુરતમાં રફતારની મજા મોતની સજા બની રહી છે
પુણાગામ બીઆરટીએસ રૂટમાં બેફામ સ્પોર્ટસ બાઈક અકસ્માત
બાઈક ઝાડ સાથે અથડાતા બન્ને યુવાનોને ગંભીર ઈજાઓ
સુરતમાં રફતારની મજા મોતની સજા બની રહી છે. ત્યારે પુણાગામ બીઆરટીએસ રૂટમાં બેફામ સ્પોર્ટસ બાઈક લઈ નિકળેલા બે યુવાનોને અકસ્માત નડતા મોત નિપજ્યુ હતું.
સુરતના પુણાગામ વિસ્તારના શિવનગરમા ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી. પુણાગામમાં રંગ અવધુત સોસાયટીથી રેશમા ચાર રસ્તા જતા રોડ પર બીઆરટીએસ રૂટમાં શિવનગર નજીક બેફામ ઓવર સ્પીડમાં બે યુવાનો સ્પોર્ટસ બાઈક લઈ નિકળ્યા હતા. કેટીએમ બાઈક પર બેફામ જઈ રહેલા યુવાનોની બાઈક ઝાડ સાથે અથડાતા અકસ્માત નડતા બન્ને યુવાનોને ગંભીર ઈજાઓ પહોંચી હતી જેને લઈ તેઓના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતાં. તો બનાવની જાણ થતા પુણા પોલીસનો કાફલો સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી. તો યુવાનો સ્પોર્ટસ બાઈક ફુલ સ્પીડમાં લઈ જઈ રહ્યા હોવાની ચર્ચા જોવા મળી હતી.
