સુરતમાં રીઢા મોબાઈલ ચોરને પકડ્યો
પાલ પોલીસ મથકના ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો
ઘરફોડ ચોર અસલમ પંચર સલીમ શેખને ઝડપ્યો
સુરતમાં રીઢા મોબાઈલ ચોરને પકડી પાડી પાલ પોલીસ મથકના ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ક્રાઈમ બ્રાન્ચે ઉકેલી કાઢ્યો છે.
સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ પોલીસ કમિશનરના આદેશને લઈ રાત્રીના સમયે બનતા ઘરફોડ ચોરીના બનાવો અટકાવવા અને ઘરફોડ ચોરીઓને અંજામ આપનારાઓને ઝડપી પાડવા સતત પેટ્રોલિંગમાં હતી ત્યારે પાંડેસરા સિદ્ધાર્થ નગર વિસ્તારમાંથી શહેરના અલગ અલગ પોલીસ મથકોમાંથી ચોરાયેલા 22 મોબાઈલ ફોન ચોરીમાં પકડાયેલા રીઢા ઘરફોડ ચોર અસલમ પંચર સલીમ શેખને 58 હજારની કિંમતના 7 મોબાઈલ ફોન સાથે ઝડપી પાડ્યો હતો. અને પુછપરછ કરતા રીઢાએ પાલ પોલીસ મથકની હદમાં ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હોવાની કબુલાત કરતા તેનો કબ્જો પાલ પોલીસનેસ સોપવાની તજવીજ હાથ ધરી હતી.
