સુરતના વરાછા ખાતે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલાનો વિરોધ

Featured Video Play Icon
Spread the love

સુરતના વરાછા ખાતે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલાનો વિરોધ
વીરોધ પ્રદર્શનમાં રાષ્ટ્રીય બજરંગદળના કાર્યકર્તાઓ ઉપસ્થિત
હિન્દુ સમાજને સુરક્ષા, સન્માન અને ન્યાય મળે તેવી દ્રઢ માંગ

સુરતના વરાછા ખાતે આવેલ હિરાબાગ ચાર રસ્તા પર બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા હુમલાઓનો વિરોધ કરાયો હતો.

સુરતના વરાછા હિરા બાગ ચાર રસ્તા ખાતેડો. પ્રવીણભાઈ તોગડીયાના માર્ગદર્શન હેઠળ કાર્યરત સંગઠન આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગદળ દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુ સમાજ પર થઈ રહેલા ગંભીર અત્યાચાર, હિન્દુ મંદિરો તોડી પાડવાની ઘટનાઓ તથા ધાર્મિક સ્વતંત્રતાના ઉલ્લંઘનના વિરોધમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન અને ધરણાં તથા પુતળા દહન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ બાંગ્લાદેશમાં હિન્દુ સમાજ પર થઈ રહેલા અણ્યાય સામે દેશ-વિદેશનું ધ્યાન આકર્ષવું તથા ભારત સરકાર અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સમક્ષ હિન્દુઓને યોગ્ય સુરક્ષા અને ન્યાય મળે તેવી માંગ રજૂ કરવાનો હતો. બાંગ્લાદેશમાં હિન્દુ મંદિરો પર હુમલા, તોડફોડ અને હિન્દુ પરિવારોને સ્થળાંતર કરવા મજબૂર થવા પડે તેવા બનાવો માનવાધિકારોના ઘોર ઉલ્લંઘન સમાન છે. આ વિરોધ પ્રદર્શનમાં રાષ્ટ્રીય બજરંગદળના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. અને સૌએ એકસૂર થઈ બાંગ્લાદેશમાં હિન્દુ સમાજને સુરક્ષા, સન્માન અને ન્યાય મળે તેવી દ્રઢ માંગ ઉઠાવી હતી. સાથે જ ચેતવણી આપવામાં આવી હતી કે જો આવા અત્યાચાર બંધ નહીં થાય તો લોકશાહી રીતે વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. અંતમાં સંગઠન દ્વારા ભારત સરકાર, વિદેશ મંત્રાલય તથા સંયુક્ત રાષ્ટ્ર સહિતની આંતરરાષ્ટ્રીય સંસ્થાઓને અપીલ કરવામાં આવી કે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારના મામલે તાત્કાલિક અને ગંભીર હસ્તક્ષેપ કરવામાં આવે તેવી માંગ કરી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *