સુરતમાં હચમચાવી દેતી ઘટના બની
ભટારમાં 14મા માળેથી મહિલા પાંચ વર્ષના બાળક સાથે કુદી
બાળકનુ મોત નિપજ્યુ અને મહિલાને હોસ્પિટલે ખસેડાઈ
સુરતમાં હચમચાવી દેતી ઘટના બની છે. ભટાર વિસ્તારમાં 14મા માળેથી એક મહિલાએ પાંચ વર્ષના બાળક સાથે કુદી પડતા બાળકનુ મોત નિપજ્યુ હતુ જ્યારે મહિલાને હોસ્પિટલે ખસેડાઈ હતી.
સુરતમાં કરૂણ ઘટના બની હતી. સુરતના ભટાર વિસ્તારમાં આવેલ સુમન અમૃત આવાસમાં બનેલી ઘટનાને લઈ પોલીસ સાથે સ્થાનિકોમાં પણ ભાગદોડ મચી ગઈ હતી. વાત એમ છે કે ગુરૂવારે સવારે એક મહિલાએ ભટાર વિસ્તારમાં આવેલ સુમન અમૃત આવાસના 14મા માળેથી પાંચ વર્ષના બાળક સાથે મોતની છલાંગ લગાવી હતી જેમાં પાંચ વર્ષના માસુમનુ ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજ્યુ હતું. જ્યારે મહિલાને ગંભીર ઈજાઓ થઈ હોય જેણીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે ખસેડાઈ હતી. જો કે મહિલા અને બાળકની ઓળખ થઈ ન હતી. હાલ તો સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
