સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી હાઈડ્રોપોનિક ગાંજો ઝડપ્યો

Featured Video Play Icon
Spread the love

સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી હાઈડ્રોપોનિક ગાંજો ઝડપ્યો
મહિલાને કસ્ટમ અને એઆઈયુ વિભાગે ઝડપી પાડી
અધિકારીઓએ 3.11 કિલો ગાંજો કબજે કર્યો

સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ફરી એકવાર હાઈડ્રોપોનિક ગાંજા સાથે એક મહિલાને કસ્ટમ અને એઆઈયુ વિભાગે ઝડપી પાડી છે.

સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ફરી એક મહિલા ગાંજા સાથે ઝડપાઈ હતી.  મુસાફરોની હિલચાલ અને પ્રોફાઇલિંગના આધારે સુરત કસ્ટમ વિભાગ અને એઆઈયુ એટલે કે એર ઇન્ટેલિજન્સ યુનિટના અધિકારીઓ એલર્ટ પર હતા. તે દરમિયાન બેંગકોકથી આવેલી એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટ માં એક મહિલા મુસાફરની વર્તણૂક શંકાસ્પદ જણાતા તેને અટકાવવામાં આવી હતી. મહિલાના સામાનની સઘન તપાસ કરતા તેમાંથી 7 વેક્યુમ-પેક્ડ પારદર્શક પોલીથીન પેકેટ મળી આવ્યા હતા. જેમાં તપાસ કરતા લીલા રંગનો શંકાસ્પદ પદાર્થ મળી આવ્યો હતો. ફોરેન્સિક પરીક્ષણમાં આ પદાર્થ હાઈડ્રોપોનિક ગાંજો હોવાની પુષ્ટિ થઈ હતી. અધિકારીઓએ 3.11 કિલો ગાંજો કબજે કર્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ હાઈડ્રોપોનિક ગાંજાની કિંમત 1 કરોડથી વધુ આંકવામાં આવી રહી છે. કસ્ટમ વિભાગે એનડીપીએસ એક્ટ, 1985ની વિવિધ જોગવાઈઓ હેઠળ ગુનો નોંધીને મહિલા મુસાફરની ધરપકડ કરી છે અને આ ડ્રગ્સ કોના માટે લાવવામાં આવ્યું હતું તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *