સુરતના ઉધનામાં મોર્નિંગ વોક પર જતી મહિલાની છેડતી
આરોપીને પોલીસે ઝડપી પાડી ઘટના સ્થળે સરઘસ કાઢ્યું
રોમિયો વિકાસ વિશરામ નિશાદને ઝડપી કાયદાનું ભાન કરાવ્યું
સુરતના ઉધનામાં મોર્નિંગ વોક પર જતી મહિલાનો પીછો કરી છેડતી કરનાર આરોપીને પોલીસે ઝડપી પાડી ઘટના સ્થળે લઈ જઈ રિ કન્સ્ટ્રક્શન કર્યુ હતું.
સુરતના ઉધના વિસ્તારમાં મોર્નિંગ વોક પર ચાલવા જતી મહિલાનો પીછો કરી છેડતી કરનાર આરોપી બમરોલી રોડ પર રહેતા વિકાસ વિશરામ નિશાદને ઝડપી પાડી હતો. રોડ રોમીયો આરોપીએ મહિલાની કમરના ભાગે હાથ મારી છેડતી કરી હતી. જેથી ઉધના પોલીસે છેડતી કરનાર આરોપીને ઉધના પોલીસે ઝડપી પાડી ઘટનાનુ રી-કન્સ્ટ્રક્શન કરવા તેને સ્થળે લઈ જવાયો હતો.
