અરેઠ તાલુકાના બોધનગામેથી આધેડનો મૃતદેહ
પોલીસને જાણ કરાતા ઓળખ માટે તપાસ શરૂ કરાય
સુરત જિલ્લાના અરેઠ તાલુકાના બોધનગામેથી આધેડનો મૃતદેહ મળ્યો જેને પગલે પોલીસને જાણ કરાતા ઓળખ માટે તપાસ શરૂ કરાય
માંડવી તાલુકાના બૌધાન ગામના મુખ્ય પ્રવેશદ્વાર પાસે એક અજાણ્યા આધેડનો મૃતદેહ મળી આવ્યો છે. ગામના ડેપ્યુટી સરપંચ સાજીદ મહમદઅલી ઉનીયાએ આ અંગે પોલીસને જાણ કરી હતી. આજરોજ તારીખ 21 ડિસેમ્બરના રોજ સાંજે સવા ચાર વાગ્યાના સુમારે સાજીદ ઉનીયા ગામના મુખ્ય પ્રવેશદ્વારની ટાંકી પાસે ગયા હતા. ત્યાં ગામના હનીફ સુલેમાન ઘરીયા, સરપંચ મીનાબેન બળવંતભાઈ રાઠોડ તેમના પતિ બળવંતભાઈ અને અન્ય ગ્રામજનો ભેગા થયેલા હતા, નજીક જઈને જોતા, ટાંકી નજીક બેસવા માટે બનાવેલા ચોરામાં આ અજાણ્યો પુરુષ મૃત હાલતમાં હતો. તેની ઉંમર આશરે 40 થી 50 વર્ષની હતી, રંગે ઘઉંવર્ણો અને ગોળ મોઢાનો હતો. તેણે મરૂન કલરનું લાંબી બાંયનું શર્ટ, ઉપર સફેદ અને કાળા કલરનું જેકેટ તથા બ્લુ કલરનું પેન્ટ પહેર્યું હતું. તેના જમણા હાથે હિન્દીમાં “પિન્ટુ પાલ બિન્દીયાપુર” લખેલું હતું અને મોરનું છુંદણું પણ હતું. ગ્રામજનોની તપાસમાં જાણવા મળ્યું કે આ અજાણ્યો પુરુષ છેલ્લા સાત મહિનાથી બૌધાન ગામના મુખ્ય પ્રવેશદ્વારની ટાંકી પાસે આવેલા ચોરામાં જ રહેતો હતો. તે ભીખ માંગીને ગુજરાન ચલાવતો હતો અને હિન્દી તથા ગુજરાતી ભાષા બોલતો હતો. તેના મૃત્યુનું કારણ અગમ્ય હોવાનું ગ્રામજનો માની રહ્યા છે. મૃતકના વાલી-વારસ અંગે પણ કોઈ માહિતી મળી નથી. ડેપ્યુટી સરપંચ સાજીદ ઉનીયાએ આ અંગે વધુ તપાસ કરવા માટે પોલીસને જાણ કરી છે…
