મુન્દ્રા પોલીસે કરોડોની કિંમતનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

Featured Video Play Icon
Spread the love

મુન્દ્રા પોલીસે કરોડોની કિંમતનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો
ધ્રબ ગામની જીઆઈડીસીમાં આવેલા ગોડાઉનમાંથી દારૂનો જથ્થો ઝડપ્યો
ગોડાઉન નંબર-33માંથી કરોડોની કિંમતનો દારૂનો જથ્થો જપ્ત

મુન્દ્રા પોલીસે સાયબર સેલ સાથે મળીને જીઆઈડીસી વિસ્તારમાં આવેલા એક ગોડાઉનમાંથી 1.71 કરોડની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં કુલ 2.11 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે ત્રણ અન્ય વોન્ટેડ જાહેર કરાયા છે.

મુન્દ્રા પોલીસ સ્ટેશનના પીઆઈ આર.જે. ઠુંમર અને સાયબર સેલ, સરહદી રેન્જ ભુજના પીએસઆઈ એમ.એચ. જાડેજાને સંયુક્ત રીતે ખાનગી બાતમી મળી હતી કે મુન્દ્રા GIDC માં મોટાપાયે દારૂનો વેપલો થઇ રહ્યો છે. જે બાતમી મુજબ રેડ કરતાં GIDC વિસ્તારના ગોડાઉન નંબર 33માં દરશડી ગામનો અનિલસિંહ જાડેજા અને મહિપતસિંહ વાઘેલા ટ્રક મારફતે વિદેશી દારૂનો જથ્થો ઉતારવાની પેરવી કરી રહ્યા હતા. આરોપીઓ પોલીસથી બચવા માટે દારૂના જથ્થાને ચોખાના ભૂસાના પેકિંગમાં છુપાવતા હતા. જોકે, ચોક્કસ બાતમીના આધારે પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે કુલ 2.11 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે વિક્રમસિંહ દીલુજી વાઘેલા અને રામદેવસિંહ સુખદેવસિંહ જાદવ નામના બે આરોપીઓને પકડી પાડ્યા હતા. આ કેસમાં દારૂ મંગાવનાર અનિલસિંહ જાડેજા, મહિપતસિંહ કિરીટસંગ વાઘેલા અને માલ મોકલનાર અનિલ ઉર્ફે પાંડ્યાને વોન્ટેડ છે.

પોલીસે સ્થળ પરથી 31,500 બોટલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયર જપ્ત કર્યો હતો, જેની કિંમત રુપિયા 1 કરોડ 71 લાખ આંકવામાં આવી છે. આ ઉપરાંત, RJ-19-GJ-5475 નંબરની ટ્રક, GJ-36-V-1760 નંબરની પીકઅપ બોલેરો, GJ-12-BZ-8554 નંબરની આઈસર ટ્રક, ત્રણ મોબાઈલ ફોન અને રોકડા 7 હજાર સહિત કુલ 2,11,31,840 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આરોપીઓની મોડસ ઓપરેન્ડી મુજબ, તેઓ પોલીસ ચેકિંગથી બચવા માટે દારૂના જથ્થાને ચોખાના ભૂસાના પેકિંગમાં છુપાવતા હતા. દરોડા દરમિયાન પકડાયેલી ટ્રકમાં અને દારૂ ભરવા માટે તૈયાર કરાયેલા વાહનોમાં પણ આવા ભૂસાના બાચકા મળી આવ્યા હતા…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *