સુરત મહાનગર પાલિકાની શિક્ષણ સમિતિની સામાન્ય સભા
શિક્ષકોની અછત અને સાથે એસઆઈઆરની કામગીરી મુદ્દો
બીએલઓની કામગીરી સોંપાતા વિદ્યાર્થીઓના શિક્ષણ પર અસર
સુરત મહાનગર પાલિકાની શિક્ષણ સમિતિની સામાન્ય સભા મળી હતી જેમાં શિક્ષકોની અછત અને સાથે હાલમાં ચાલી રહેલી એસઆઈઆરની કામગીરીમાં શિક્ષકોને બીએલઓની કામગીરી સોંપાતા વિદ્યાર્થીઓના શિક્ષણ પર અસર પડતી હોવાના આક્ષેપો સાથે મુદ્દો ઉગ્ર બન્યો હતો.
સુરત મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિની સામાન્ય સભા યોજાઈ હતી જે બેઠકમાં શિક્ષકોની અછતનો મુદ્દો ઉગ્ર બન્યો હતો. શિક્ષકોની અછતના મુદ્દે શાસકો અને વિપક્ષ વચ્ચે તળાફળી થઈ હતી. અને શિક્ષકોને બીએલઓનું કામ આપતા વિદ્યાર્થીઓ શિક્ષક વગર ભણવા મજબૂર બન્યા છે. શહેરની મોટાભાગની સરકારી શાળાઓમાં શિક્ષક વગેર જ બાળકો અભ્યાસ કરી રહ્યા છે. આ મુદ્દે વિરોધ વિપક્ષ દ્વારા ઉગ્ર વિરોધ કરાયો હતો. અને કહ્યુ હતુ કે બીએલઓને ધમકી ભર્યા મેસેજ પણ આપવામાં આવતા હોવાના પણ આક્ષેપ વિપક્ષ દ્વારા કરવામાં આવ્યો હતો. વોટ્સએપ દ્વારા આ મેસેજ બીએલઓને આપવાથી તેઓ માનસિક તણાવવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ પણ કરાયો હતો. તો સામાન્ય સભા અંગે અધ્યક્ષ અને વિરોધને લઈ વિપક્ષી સભ્યએ મીડિયા સાથે વાત કરી હતી.
