સુરતમાં ટ્રાફિક પોલીસ દ્વારા સ્પેશીયલ ડ્રાઈવનુ આયોજ
ટ્રાફિક નિયમોનુ વાહન ચાલકોને પાલન કરાવવા આયોજન
ટ્રાફિક ડીસીપી પન્ના મોમ્મ્યા ડ્રાઇવમાં ઉપસ્થિત
સુરતમાં ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક નિયમોનુ વાહન ચાલકોને પાલન કરાવવા સ્પેશીયલ ડ્રાઈવનુ આયોજન કરાયુ છે.
સુરતમાં ટ્રાફિક નિયમો અંગે સ્પેશીયલ ડ્રાઈવનુ આયોજન કરાયુ છે. સુરત શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા સિગ્નલ ભંગ કરતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરાશે. શહેરમાં દરેક રિઝિયનમાં સ્પેશિયલ ડ્રાઇવ યોજાઈ રહી છે. જેમાં લાલદરવાજા વિસ્તારમાં ટ્રાફિક ડીસીપી પન્ના મોમ્મ્યા ડ્રાઇવમાં ઉપસ્થિત રહ્યા હતાં. ડીસીપીએ લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અપીલ કરી હતી. ટ્રાફિક સિગ્નલ ઉપર સ્ટોપ લાઈન ઉપર જ વાહનો ઉભા રાખવાની સમજ આપી સાથે ટ્રાફિક સિગ્નલ ઉપર ડાબી બાજુની જગ્યા ખુલ્લી રાખવાનું સૂચન કર્યું હતું. અને જો હવેથી વાહન ચાલકો સિગ્નલ ભંગ કરશે તો દંડ ફટકારશે તેમ જણાવાયુ હતું.
