સુરતની સચીન પોલીસે કારમાં ચોર ખાનુ બનાવ્યું
દારૂની હેરાફેરી કરનાર બે આરોપીઓને ઝડપી પાડ્યા
કલ્પેશ કહાર અને જીજ્ઞેશ કહારની ધરપકડ કરી
સુરતની સચીન પોલીસે કારમાં ચોર ખાનુ બનાવી દારૂની હેરાફેરી કરનાર બે આરોપીઓને ઝડપી પાડી લાખોનો દારૂ સહિત મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
સુરત પોલીસ કમિશનર દ્વારા શહેરમાં દારૂ તથા જુગારની ગેરકાયદે પ્રવૃત્તિ અંકુશમાં લેવા તેમજ પ્રોહીબીશનની પ્રવૃત્તિને નેસ્ત નાબુદ કરવા આપેલી સુચનાને લઈ સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2, નાયબ પોલીસ કમિશનર ઝોન 6 અને મદદનીશ પોલીસ કમિશનર આઈ ડીવીઝનની સુયદાને લઈ સચીનના ઈન્ચાર્જ પી.આઈ કે.એ.ચૌહાણની ટીમ, પી.એસ.આઈ એનડી. ડામોરના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે હે.કો સહદેવસીંહ, હે.કો રાહુલસિંહ અને હે.કો. વિજયસિંહનાઓને મળેલી બાતમીના આધારે નવસારીથી સચીન જતા રોડ પર કપ્લેથા ચેક પોસ્ટ પરથી પસાર થતા બ્રેઝા કારને આંતરી ઝડતી લેતા કારમાં બનાવેલ ચોર ખાનામાંથી વિેદશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે દારૂનો જથ્થો, કાર અને મોબાઈલ સહિતની મત્તા મળી 6 લાખ 10 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે લઈ કારમાં સવાર કલ્પેશ કહાર અને જીજ્ઞેશ કહારની ધરપકડ કરી હતી.
