ઓરિસ્સામાં રાયોટીંગ વીથ મર્ડરના ગુનામાં નાસતો આરોપી
ઓરિસ્સા પોલીસ સાથે મળી સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો
સચિન્દ્ર ઉર્ફે સચી ઉર્ફે રાહુલ માસ્તર ત્રિનાથ સાહનીને ઝડપ્યો
ઓરિસ્સામાં રાયોટીંગ વીથ મર્ડરના ગુનામાં 22 વર્ષથી નાસતા ફરતા આરોપીને ઓરિસ્સા પોલીસ સાથે મળી ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો.
ઓરિસ્સાના ગંજામના પાટીગઢ ખાતે વર્ષ 2003માં એટલે કે 22 વર્ષ અગાઉ થયેલ રાયોટીંગ વીથ મર્ડરના ગુનામાં નાસતો ફરતો આરોપી સુરતમાં હોવાની માહિતી ઓરિસ્સા પોલીસને મળતા ક્રાઈમ બ્રાન્ચને આ અંગે જાણ કરી હતી જેથી ક્રાઈમ બ્રાન્ચની ટીમે બે દિવસ સતત પેટ્રોલિંગ કરી અને રેકી કરી ઓરિસ્સા પોલીસ સાથે મળી આરોપી મુળ ઓરિસ્સાના ગંજામનો અને હાલ ભેસ્તાન વ્રજ વિહાર સોસાયટીમાં રહેતા સચિન્દ્ર ઉર્ફે સચી ઉર્ફે રાહુલ માસ્તર ત્રિનાથ સાહનીને ઝડપી પાડી તેનો કબ્જો ઓરિસ્સા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.
