સુરતની લાલગેટ પોલીસે એમડી ડ્રગ્સ સાથે ઈસમને ઝડપ્યો
એમડી, મોબાઈલ સહિતની મત્તા કબ્જે કરી
સુરતની લાલગેટ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે એમડી ડ્રગ્સ સાથે એક ઈસમને ઝડપી પાડી એમડી, મોબાઈલ સહિતની મત્તા કબ્જે કરી હતી.
સુરત પોલીસ કમિશનર દ્વારા નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવવા આપેલા આદેશને લઈ સુરતની લાલગેટ પોલીસની ટીમ પી.આઈ. ચૌધરી તથા ઠાકોરના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઈ મોહસીન તથા સાજીદ અને હે.કો. દિલુભાએ મળેલી બાતમીના આધારે શાહપોર ખાતે રહેતા સરફરાજ મોહમ્મદ સલીમ શેખને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી એમડી ડ્રગ્સ, રોકડા રૂપિયા, મોબાઈલ અને મોપેડ મળી 65 હજારથી વધુની મત્તા કબ્જે કરી કાયદેસરની કર્યવાહી હાથ ધરી હતી.
