સુરતમાં ફરી શંકાસ્પદ ગૌમાંસનો જથ્થો ઝડપાયો
પાંડેસરા બાટલી બોય નજીકથી રિક્ષામાં શંકાસ્પદ ગૌમાંસ
ગૌમાંસ લઈ જનારાઓને ગૌરક્ષકોએ પકડી પોલીસને સોંપ્યા
સુરતમાં ફરી શંકાસ્પદ ગૌમાંસનો જથ્થો ઝડપાયો છે. પાંડેસરા બાટલી બોય નજીકથી રિક્ષામાં શંકાસ્પદ ગૌમાંસ લઈ જનારાઓને ગૌરક્ષકોએ પકડી પોલીસને સોંપ્યા હતાં.
સુરતમાં ફરી એક વાર શંકાસ્પદ ગૌમાંસનો જથ્થે પકડાયો છે. વાત એમ છે કે સુરતના ગૌરક્ષકોએ બાતમીના આધારે પાંડેસરા બાટલીબોય નજીકથી પસાર થતી રીક્ષાને આંતરી હતી જેમાં હજ્જારો કિલો શંકાસ્પદ ગૌમાંસનો જથ્થો હોય રીક્ષા ચાલક સહિત રિક્ષામાં સવાર ચાર લોકોને પકડી પોલીસને બોલાવતા પોલીસે ચાર લોકોની અટકાયત કરી હતી. અને એફએસએલની ટીમને બોલાવી શંકાસ્પદ ગૌમાંશનુ તપાસ કરાવી હતી. તો રિપોર્ટ આવ્યા બાદ ગૌમાંસ છે કે નહી તે જાણી શકાશે.
