ધી માંડવી નાગરિક સહકારી બેંક લિમિટેડની ચૂંટણી
બોર્ડ ઓફ ડિરેક્ટરની 5 વર્ષની મુદત માટે 7 ડિસેમ્બરે ચૂંટણી
ધી માંડવી નાગરિક સહકારી બેંક લિમિટેડની સને 2025 ની બોર્ડ ઓફ ડિરેક્ટરની 5 વર્ષની મુદત માટે ચૂંટણી તારીખ 7.12. 2025 ના રોજ યોજશે.
ધી માંડવી નાગરિક સહકારી બેંકની સને 2025 ના વર્ષ માટે બોર્ડ ઓફ ડિરેક્ટરઓની 5 વર્ષની મુદત માટે ચૂંટણી ડિસેમ્બરની તારીખ 7 ના રોજ થનાર છે જેમાં ચૂંટણી પ્રક્રિયાના કાર્યક્રમ મુજબ નવેમ્બરની તારીખ 18 અને 19 ના રોજ ઉમેદવારે ફોર્મ સ્વીકારવાની કાર્યવાહી પૂર્ણ થયેલ છે જેમાં સામાન્ય ઉમેદવારોની 15 બેઠકો માટે 35 ઉમેદવારી પત્રકો ભરવામાં આવેલ છે, મહિલા અનામત ઉમેદવારમાં બે અનામત બેઠકો માટે ત્રણ ઉમેદવારી પત્ર ભરાયા છે તથા એસસી, એસટી માટે અનામત 1 બેઠક માટે 3 ઉમેદવારી પત્રકો ભરેલ છે જેમાં ફોર્મ ચકાસણી કરવાની તારીખ 21 ના રોજ તેમજ ફોર્મ પરત ખેચવાની અંતિમ તારીખ 25 રહેશે. આ ચૂંટણી નિષ્પક્ષ અને ન્યાયી થાય અને શાંતિપૂર્ણ વાતાવરણમાં થાય એ માટે ચૂંટણી સમિતિ નિમવામાં આવેલ છે જેમાં ચૂંટણી અધિકારી આસુતોષભાઈ ઉપાધ્યાય તેમજ મદદ ચૂંટણી અધિકારી તરીકે જીતેન્દ્રસિંહ પરમાર તથા વિનોદભાઈ મેરાઈ પોતાની ફરજ નિષ્ઠા પૂર્વક બજાવી રહ્યા છે.
