વર્ષ 2022 માં સુરતમાં જમીનોના ડુપ્લીકેટ દસ્તાવેજો
લાજપોર જેલમાંથી વચગાળાની રજા લઇ અરવીંદ ઉર્ફે શીલા માછી ફરાર
ફરાર આરોપીને મોટી દમણ ખાતેથી ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો
વર્ષ 2022માં સુરતમાં અલગ અલગ જમીનોના ડુપ્લીકેટ દસ્તાવેજો બનાવવા બાબતે અઠવાલાઈન્સ પોલીસ મથકમાં નોંધાયેલા છેતરપીંડીના ગુનામાં લાજપોર જેલમાંથી વચગાળાની રજા પરથી અઢી વર્ષથી ફરાર આરોપીને મોટી દમણ ખાતેથી ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે.
ગુજરાત રાજ્યના પોલીસ મહાનિર્દેશક દ્વારા છેલ્લા 30 વર્ષમાં પકડાયેલ ગુનેગારો તેમજ જામીન ઉપર બહાર આવેલ ગુનેગારોની માહિતી એક્ત્રીત કરવા સ્પેશીયલ ડ્રાઈવનુ આયોજન કર્યુ હોય જે અનુસંધાને સુરત પોલીસ કમિશ્નર સુરત શહેર નાઓએ સુરત શહેર હદવિસ્તારમાં પકડાયેલા ગુનેગારો જે લાજપોર જેલમાંથી અલગ અલગ ગુનાઓમાં પેરોલ, ફર્લો, વચગાળાની રજા લઈ ફરાર થયેલ કૈદીઓને શોધી કાઢવા ક્રાઈમબ્રાંચના પોલીસ માણસોને જરૂરી સુચના અને માર્ગદર્શન આપ્યુ હોય જેના અનુસંધાને ક્રાઈમ બ્રાન્ચની નાસતા ફરતા સ્કોડની ટીમે મોટી દમણ જેટીમાં કૃપાલી સાગર બોટમાંથી વચગાળાના જામીન પરથી ફરાર થયેલ કૈદી અરવીંદ ઉર્ફે શીલા કાનજીભાઈ માછી ટંડેલ ઝડપી પાડી તેનો કબ્જો લાજપોર જેલને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.
