સુરત કાપોદ્રામાં અપહરણના ગુનામાં નાસતા ફરતા આરોપી
નિતિન શામજી ધામેલીયાનેને ક્રાઈમ બ્રાન્ચની ટીમે શોધી કાઢ્યો
આરોપી તથા ભોગ બનનારનો કબ્જો કાપોદ્રા પોલીસને સોંપ્યો
કાપોદ્રા પોલીસ મથકમાં બળાત્કારના ગુનામાં વોન્ટેડ આરોપીને કાપોદ્રા અને ઉત્રાણ પોલીસે પાલીતાણા પોલીસની ટીમ સાથે મળી સંયુક્ત ઓપરેશન હાથ ધરી વેશ પલ્ટો કરી આરોપીને ઝડપી પાડ્યો હતો.
સુરતના કાપોદ્રા પોલીસ મથકમાં મહિલાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યુ હતું કે આરોપી નીતિન ધામેલીયાએ તેની મરજી વિરૂદ્ધ શરીર સંબંધ બાંધી ફોટા પાડી વાયરલ કરવાની ધમકી આપી અવાર નવાર બળાત્કાર ગુજાર્યો હતો. જે ફરિયાદના આધારે કાપોદ્રા પી.આઈ. એમ.બી. ઔસુરાની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે અ.પો.કો. જયને મળી હતી કે આરોપી હાલ તેના વતન ભાવનગરના પાલીતાણા ખાતે છે અને કપાસના ખેતરમાં વેશ પલ્ટો કરી કાપોદ્રા, ઉત્રાણ પોલીસે પાલીતાણા પોલીસની મદદથી સંયુક્ત ઓપરેશન હાથ ધરી આરોપી નિતિન શામજી ધામેલીયાને ઝડપી પાડી સુરત લાવી ધરપકડ કરી હતી.
