સુરતમાં આજથી મહિલાઓ માટે ખાસ પિન્ક બસની શરૂઆત
ગુજરાતમાં પહેલીવાર મહિલા ડ્રાઇવર પીંક બસનુ સ્ટીયરિંગ સંભાળ્યુ
સુરતમાં આજથી મહિલાઓ માટે ખાસ પિંક બસની શરૂઆત કરાઈ છે. ગુજરાતમાં પહેલીવાર મહિલા ડ્રાઇવર પીંક બસનુ સ્ટીયરિંગ સંભાળ્યુ હતું.
સુરત મહાનગરપાલિકાને બે વર્ષ પછી બીઆરટીએસની પિંક બસમાં મહિલા પાઇલટ મળી છે. આ બસમાં મહિલાઓ જ મુસાફરી કરે છે, પરંતુ એ માટે મહિલા પાઇલટ મળતી ન હતી. આખરે બસનું સંચાલન કરતી કંપનીને મહિલા બસ પાઇલટ મળી ગઈ છે. આ મહિલા બસ પાઇલટનું નામ નિશા શર્મા છે અને તે ઈન્દોરની રહેવાસી છે. એક અઠવાડિયાથી સુરતમાં બસ પાઇલટ તરીકે ટ્રેનિંગ લેતી હતી. આજે એટલે કે 20 નવેમ્બર ગુરુવારે આ પ્રથમ મહિલા પાઇલટની ઓએનજીસી કોલોની બીઆરટીએસ સ્ટેશન ખાતે 11 વાગ્યે ફલેગ ઓફ સેરેમની યોજાઈ હતી. મહિલા પાઇલટ પાસે હેવી વાહન ચલાવવાનો 4 વર્ષથી વધુનો અનુભવ છે. રાજ્યની પ્રથમ મહિલા પાઈલટ હોવાનો પાલિકાનો દાવો છે. તો આ અંગે મીડિયા સાથે વધુ વાત કરાઈ હતી.
