સુરતમાં વરાછા મેઈન રોડ પર પાણીની લાઈનમાં ભંગાણ
પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા 30 ફુટ ઉંચા ફુવારા ઉડ્યા
વાહન ચાલકો સહિતનાઓ હેરાન પરેશાન થયા
સુરતમાં વરાછા મેઈન રોડ પર પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા 30 ફુટ ઉંચા ફુવારા ઉડ્યા હતા જેને લઈ વાહન ચાલકો સહિતનાઓ હેરાન પરેશાન થયા હતાં.
સુરત મહાનગર પાલિકાની બેદરકારી વારંવાર સામે આવે છે. ત્યારે વરાછા વિસ્તારની ઘટના સામે આવી હતી. સુરતના વરાછા મેઈન રોડ પર પીવાના પાણીની લાઈન માં ભંગાણ સર્જાતા પાણી ના ફુવારા ઉડ્યા હતાં. 30 ફૂટ ઊંચા પાણી ન ફુવારા ઉડતા વાહન ચાલકો સહિતનાઓ પરેશાન થયા હતાં. રોડ નું કામ ચાલુ હોવાના કારણે લાઈનમાં ભંગાણ સર્જાયુ હતું. જેને લઈ હજારો લીટર પાણી નો વેડફાટ થયો હતો. તો સમગ્ર રોડ વગર ચોમાસે પાણી પાણી થઈ ગયો હતો.
